પથારીએ કણસતી મા અને દિકરાનું ચેટીંગ-સેટીંગ
ભાવનગર શહેરમાં
રેલ્વે સ્ટેશનની પાછળ આવેલી સંજીવ હોસ્પિટલ, સારવાર માટે આવી રહેલા દર્દીઓ અને તેમની સાથે પ્રિયજનોથી હોસ્પિટલ
છલોછલ ભરાયેલી છે. આમતેમ આંટાફેરા મારી રહેલા લોકો, અને પંચર થયેલા શરીરને લઈને પોતપોતાના પલંગ પર સુતેલા દર્દીઓ.
હોસ્પિટલના બીજા
માળે ગજબની શાંતિમાં પણ ઘોંઘાટ તીણો થઈ રહ્યો છે. જાણે દૂર દૂરથી કોઈ અવાજ આવી
રહ્યો હોય. નર્સ મોરની જેમ રૂમે રૂમે ટહૂકો કરી રહી છે. "ડોક્ટર આવી રહ્યાં છે.
ડોક્ટર આવી રહ્યાં છે.દર્દીને જગાડી તૈયાર રાખો." તેવામાં રૂમ નંબર 102માં સુતેલો વિજય નર્સનાં ટહૂકાને સાંભળી પલંગમાંથી ઊભો થઈને સારવાર માટે
આવેલી પોતાની મા મીનાબેનનાં પલંગ સુધી જાય છે.
ડોક્ટર રૂમ નંબર102માં પ્રવેશે છે. તે સાથે જ થોડા ચેકઅપ બાદ વિજયની મા મીનાબેન
ડોક્ટરને પુછી બેસે છે, કેમનું છે ? ડોક્ટર વળતો જવાબ આપે તે
પહેલા જ નર્સ જવાબ આપી છે. સારું છે મીના બેન, ડોક્ટર નર્સ તરફ નજર કરીને જાણે ચુપ થવાનું કહેતા હોય તેમ ઈશારો કરે
છે. હવે ડોક્ટર લગામ સંભાળતા મીનાબેનને
કહે છે. સારું છે. નર્સ તમને જરૂરી ઈન્જેક્શન ટાઈમ પર આપી જશે. મેં લખી દીધાં છે.
બીપી તમારું નોર્મલ છે. મીનાબેન ખુશ થતાં બોલી ઉઠે છે. આ નર્સ બાપડી એજ કહેતી હતી.
સારું છે બા. તમે ચિંતા ન કરશો, પણ મને એમ કે ડોક્ટરને વધારે ખબર પડે. હવે ડોક્ટર મીનાબેનને શું
સમજાવે. અંતે લગામ છોડી ડોક્ટર રૂમથી બહાર નીકળી જાય છે. પાછળ પાછળ નર્સનો કાફલો
હસતો હસતો ડોક્ટરની પાછળ જતો રહે છે. વિજયને તો આ ડોક્ટર-નર્સનાં કાફલાની રમુજ જ લાગતી હતી. બે
ઘડી મા સાથે જેમ-તેમ વાત કરી, પલંગની ચાદર ગોઠવી, વિજય પાછો પોતાનો મોબાઈલ લઈને પલંગને ચોંટી જાય છે.
ખબર નહીં કેમ પણ વિજય મોબાઈલ સાથે સવારથી ચોંટેલો છે. જોકે મા બિચારી સમજાવાનો પણ પ્રયત્ન કરી શકે તેવી હાલતમાં નથી. દિકરો વિજય તેની પાસે છે તે વાતે ખુશ છે. બાકી હોસ્પિટલની નર્સ દિકરીઓથી કમ નથી. બોલકી દિકરી જેવી નર્સને ઈલાજમાં ખબર પડે કે ન પડે પણ દર્દીને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ રાખતી ન હતી.
ખબર નહીં કેમ પણ વિજય મોબાઈલ સાથે સવારથી ચોંટેલો છે. જોકે મા બિચારી સમજાવાનો પણ પ્રયત્ન કરી શકે તેવી હાલતમાં નથી. દિકરો વિજય તેની પાસે છે તે વાતે ખુશ છે. બાકી હોસ્પિટલની નર્સ દિકરીઓથી કમ નથી. બોલકી દિકરી જેવી નર્સને ઈલાજમાં ખબર પડે કે ન પડે પણ દર્દીને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ રાખતી ન હતી.
હોસ્પિટલમાં મીનાબેનને
બીજો દિવસ હતો, પહેલા દિવસે જ પિતાશયને ઓપરેશન મારફતે કાઢી નાંખવામાં આવ્યું હતું.
જોકે મીનાબેન એમ જ સમજે છે કે પિતાશયમાંથી પત્થરી કાઢવાનું ઓપરેશન થયું છે. બે
દિવસમાં શરીર સામાન્ય થઈ જશે. જેથી તે બિન્દાસ હતાં, પણ મનમાં ને મનમાં મુંઝાઈ રહ્યાં
હતા. બીજી તરફ ડોક્ટર મીનાબેનની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં. મીનાબેનને બીપીનો
પ્રોબ્લેમ હતો. જેથી ડોક્ટરે થોડી ચા પીવાની પરવાનગી આપી હતી.ઓપરેશન સફળતાપૂર્વક
થઈ જતાં વિજયે રાહતનો શ્વાસ લીધો હતો. અને બીજી તરફ મોબાઈલમાં તેની ધીંગામસ્તી વધી
ગઈ હતી.
સવારથી જ વિજય
મોબાઈલમાં ચેટીંગ કરી રહ્યો હતો. જાણે અચાનક કોઈ ખાસ મિત્ર સાથે વાતચીત ન થઈ રહી
હોય તેમ પથારીમાં સુતેલો જ વ્યસ્ત રહેવા લાગ્યો. સતત તેની નજર મોબાઈલમાં જ રહેતી.
મીનાબેનની ખબર જોવા કોઈ આવે તો ક્ષણભર તે અકળાઈ જતો. જાણે તેને કોઈ ખલેલ પડી રહી
હોય તેમ મનોમન ગુસ્સો કરતો હતો.
એક તરફ ભોળા
મીનાબેનની પથારી અને બીજી તરફ છોકરાનું મોબાઈલ ચેટીંગ-સેટીંગ ચાલી રહ્યું હતું.
વિજયની ભુખ મીનાબેનની પીડા ભુલી ગઈ હતી. વિજય ત્રીજી દુનિયામાં ખોવાઈ ગયો હતો.
મીનાબેન હોસ્પિટલમાં ત્રણ દિવસ રહ્યાં પણ દિકરો વિજય તેમની પાસે પલભર માટે પણ બેઠો
ન હતો. જાણે પલંગને ચોંટી રહેવા માટે જ આવ્યો ન હોય તેમ દિવસ-રાત પલંગમાં સુતોસુતો મોબાઈલ પર હાથ ફેરવીને સમય પસાર કરી રહ્યો હતો. આ દિવસો દરમ્યાન મીનાબેનને ગંધ તો આવી
ગઈ હતી, કે મોબાઈલમાં કઈક રંધાઈ રહ્યું છે. પણ શું હતું તેની ખબર પડી ન હતી.
