Pages

કેદ આઝાદી

ગુલામી આઝાદીને કેદ કરતી જાણે,
ચપટી દાણા નાંખી, બીજાને ઉપકાર કરે જાણે.....

ગુલામી આઝાદીને ચુપ કરતી જાણે,
મુંગાને માર મારી, બીજાને લાચાર કરે જાણે....

ગુલામી આઝાદીને દુ:ખી કરતી જાણે,
મનમરજી લૂંટીને, બીજાને પારકા કરે જાણે....

ગુલામી આઝાદીને ખતમ કરતી જાણે,
પોતે આગળ રહી, બીજાને પાછળ કરે જાણે...

ગુલામી આઝાદીને દયા કરતી જાણે,
પોતે હસતી રહી, બીજાને મજબૂર કરે જાણે...

ઉંચે આકાશમાં ઉડતા આઝાદ પક્ષીઓને શેની ચિંતા...પણ જાતે બનાવેલા પિંજરામાં કેદ થયેલો ગુલામ મનુષ્ય જ્યારે આઝાદ મુંગા પક્ષીઓને કેદ કરે ત્યારે કહેવાય ગુલામી આઝાદીને ખતમ કરી રહી છે, જોકે મનુષ્ય પણ મનુષ્યને પિંજરે કેદ કરવાની કોશિષ કરતો હોય છે. ત્યારે લોકશાહી સામે ખતરો પેદા થાય છે.