Pages

દિલનું મન સાથે ઘર્ષણ..

ઘણું જીવ્યો તારી મરજીથી,
હવે મારી મરજીએ મરવું છે...

ઘણું રડ્યો તારી મરજીથી,
હવે મારી મરજીએ હસવું છે...

ઘણું દોડ્યો તારી મરજીથી,
હવે મારી મરજીએ બેસવું છે...

ઘણું ઘવાયો તારી મરજીથી,
હવે મારી મરજીએ સેહવું છે...

ઘણું લોભાયો તારી મરજીથી,
હવે મારી મરજીએ પામવું છે...

ઘણું પીડાયો તારી મરજીથી,
હવે મારી મરજીએ કણસવું છે...

ઘણું બદલ્યું તારી મરજીથી,
હવે મારી મરજીએ રહેવું છે...

ઘણું જીવ્યો તારી મરજીથી,
હવે મારી મરજીએ જીવવું છે...


માણસ ઈચ્છે તોપણ તેની મરજીથી ચાલી શકતો નથી. અમુક વખતે દિલ અને મન સાથે ઘર્ણષ સર્જાતું હોય છે.