વર્ચ્યુઅલ વોચ જેવી સુવિધા દર્દીઓના
સ્વજનો માટે જરૂરી
વર્તમાન સમયે સીસીટીવી કેમેરા સુરક્ષા અને
તપાસમાં પોલીસ માટે મિત્ર અને જનતા માટે ચોકીદાર સાબિત થઈ રહ્યાં છે. મોટા મોટા
મોલ અને દુકાનો તેમજ અમુક જાહેર રસ્તે અને ચોકડીએ સીસીટીવી કેમેરા હોવાથી
સુરક્ષાનો અહેસાસ થાય છે. પણ વાત જ્યારે હોસ્પિટલની આવે ત્યારે ચિંતા અલગ હોય છે.
હોસ્પિટલમાં પ્રવેશતાની સાથે જ દર્દી સહિત સગા-સંબંધીઓના જીવ અધ્ધર હોય છે, તેમાં
જો સમસ્યા હ્રદય સાથે સંકળાયેલી હોય તો પુછવાનું જ નહિં, કોઈ પણ સામાન્ય માણસ
કહેશે ખર્ચો બે લાખ સુધી સાચો..
4 જુલાઈ,2015નાં પ્રથમ સપ્તાહે શુક્રવારનાં રોજ નડિયાદ ખાતે ખ્યાતનામ હાર્ટ હોસ્પિટલમાં પરિવારે ભારે હોબાળો કર્યો. તેનું કારણ એક જ હતું. પરિવારનો આરોપ હતો કે આઈસીયુમાં દર્દી સાથે શું થાય છે તેની કઈ જ ખબર પડી નહિં, આ હોબાળો મીડિયા સુધી પહોંચ્યો, દરેકે દરેક સમાચારપત્ર અને ન્યુઝ ચેનલે તેમાં રસ લીધો. પણ સૌથી મોટી સમસ્યાનો જવાબ સોશ્યલ મીડિયામાંથી મળ્યો. જેમાં એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે આઈસીયુ અને ઓપરેશન થિયેટરમાં સીસીટીવી કેમરા હોવા જોઈએ. જોકે આ પોસ્ટ મારા દ્રારા લખવામાં આવી હતી. જેને સારો આવકાર મળ્યો છે. જોકે આ સૂચન ફરીથી ચર્ચામાં આવી ગયું છે ત્યારે આ મુદ્દો અહીં અટકી ન જાય તે માટે ચર્ચામાં રહે તે અનેક લોકો માટે ફાયદાકારક છે.
શરૂઆત દૈનિક સમાચારપત્રમાં લેખ પ્રકાશિત થયો તેની વિગત
મેડીકલ ક્ષેત્રે લખવા જેવું ઘણુંય છે, પણ આ મુદ્દે કોઈનું ધ્યાન દોરાયું નથી તે નવાઈની વાત છે. પોતાની રેલીઓ અને સભાઓમાં ભીડને ભેગી કરવા માટે, શોખીન રાજકારણીઓ જાત-જાતનાં વિચારોને જન્મ આપે છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વર્ચ્યુઅલ દુનિયા મારફતે ઘરે ઘરે પહોંચી ગયેલા મોદી અને લોકસભા ચૂંટણી વખતે ગલી-ગલીમાં ચા પી રહેલા મોદી હવે વડાપ્રધાન બની ગયા છે. ત્યારે તેમની પાસેથી અપેક્ષા છે કે તે આ દિશામાં પણ વિચારે.
સીસીટીવી કેમેરા હોસ્પિટલ પરિસર, મુખ્ય
ગેટ આગળ હોય તે સ્વાભાવિક છે. જે હોસ્પિટલ પ્રશાસને પરિસર અને અંદર અવર-જવર પર નજર
રાખવા માટે મુકેલા છે. પણ જે વ્યક્તિને સારવાર માટે આઈસીયુની અંદર રાખવામાં આવે
છે. તેનો સંપર્ક પરિવાર સાથે તુટી જાય છે.
દિવસની અમુક જ ક્ષણ માટે દર્દીનો ભેટો પરિવાર સાથે થાય છે. બાકી હોસ્પિટલ તરફથી જે ઈનપુટ આવે તેના પર ભરોસો રાખીને બેસી રહેવું પડે છે. આ ચિંતા સૌથી વધારે હ્રદય, કિડનીનાં ઓપરેશન વખતે રહે છે.
4 જુલાઈ,2015નાં પ્રથમ સપ્તાહે શુક્રવારનાં રોજ નડિયાદ ખાતે ખ્યાતનામ હાર્ટ હોસ્પિટલમાં પરિવારે ભારે હોબાળો કર્યો. તેનું કારણ એક જ હતું. પરિવારનો આરોપ હતો કે આઈસીયુમાં દર્દી સાથે શું થાય છે તેની કઈ જ ખબર પડી નહિં, આ હોબાળો મીડિયા સુધી પહોંચ્યો, દરેકે દરેક સમાચારપત્ર અને ન્યુઝ ચેનલે તેમાં રસ લીધો. પણ સૌથી મોટી સમસ્યાનો જવાબ સોશ્યલ મીડિયામાંથી મળ્યો. જેમાં એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે આઈસીયુ અને ઓપરેશન થિયેટરમાં સીસીટીવી કેમરા હોવા જોઈએ. જોકે આ પોસ્ટ મારા દ્રારા લખવામાં આવી હતી. જેને સારો આવકાર મળ્યો છે. જોકે આ સૂચન ફરીથી ચર્ચામાં આવી ગયું છે ત્યારે આ મુદ્દો અહીં અટકી ન જાય તે માટે ચર્ચામાં રહે તે અનેક લોકો માટે ફાયદાકારક છે.
શરૂઆત દૈનિક સમાચારપત્રમાં લેખ પ્રકાશિત થયો તેની વિગત
મેડીકલ ક્ષેત્રે લખવા જેવું ઘણુંય છે, પણ આ મુદ્દે કોઈનું ધ્યાન દોરાયું નથી તે નવાઈની વાત છે. પોતાની રેલીઓ અને સભાઓમાં ભીડને ભેગી કરવા માટે, શોખીન રાજકારણીઓ જાત-જાતનાં વિચારોને જન્મ આપે છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે વર્ચ્યુઅલ દુનિયા મારફતે ઘરે ઘરે પહોંચી ગયેલા મોદી અને લોકસભા ચૂંટણી વખતે ગલી-ગલીમાં ચા પી રહેલા મોદી હવે વડાપ્રધાન બની ગયા છે. ત્યારે તેમની પાસેથી અપેક્ષા છે કે તે આ દિશામાં પણ વિચારે.
![]() |
| ગૌરવવંતી ભૂમિ સમાચારપત્રમાં પ્રકાશિત |
દિવસની અમુક જ ક્ષણ માટે દર્દીનો ભેટો પરિવાર સાથે થાય છે. બાકી હોસ્પિટલ તરફથી જે ઈનપુટ આવે તેના પર ભરોસો રાખીને બેસી રહેવું પડે છે. આ ચિંતા સૌથી વધારે હ્રદય, કિડનીનાં ઓપરેશન વખતે રહે છે.
હવે મુખ્ય બાબત જે ચર્ચામાં છે તે મુજબ, નાની
–મોટી હોસ્પિટલમાં આવેલ ઓપરેશન થિયેટર અને આઈસીયુની અંદર સીસીટીવી કેમેરા હોવો
જોઈએ. જેનું પ્રસારણ બહાર બહાર બેઠેલા દર્દીના સગા-સંબંધીઓ સમક્ષ થવું જોઈએ. આ
વિચારનું અમલીકરણ થાય તો સૌથી મોટો ફાયદો દર્દી તેમજ તેના સગા-સંબંધીઓને થશે.
પહેલો ફાયદો હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પોતાના સ્વજનની સતત માહિતી પરિવારનાં
સભ્યોને જોવા મળશે. બીજું ડોક્ટર કે નર્સ આઈસીયુમાં શું કરી રહ્યાં છે તેની પર નજર
રહેશે અને ત્રીજું અને મહત્વનું કહી શકાય તેવું સૂચન છે. જો કોઈ હોસ્પિટલમાં
ઓપરેશન અસફળ રહે તો તેનું સીસીટીવી ફૂટેજ અનકટ પરિવારજનોને આપી દેવામાં આવે.
વર્ષ 2014માં આસામ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં એક વિધાર્થી આઈસીયુમાં સારવાર હેઠળ હતો. તે દરમ્યાન તેનું ખુન થઈ ગયું. આ ખુન આઈસીયુમાં વોર્ડ બોય તરીકે કામ કરનારા કર્મચારીએ કર્યું હતું. જોકે ત્યાર બાદ વિધાર્થીઓએ ઘણો હોબાળો કર્યો હતો. તે સાથે પ્રબળ માંગણી ઉઠી હતી કે હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવે. જોકે તે માંગણી જે તે વખતે વિધાર્થીઓએ તે હોસ્પિટલ પુરતી જ કરી હતી. અમુક વર્ષો અગાઉ એક રશિયન ડોક્ટર તેના દર્દી સાથે મારપીટ કરતો સીસીટવી કેમેરામાં કેદ થયો હતો. જેનો વીડિયો વાઈરલ થયો હતો. જોકે આઈસીયુમાં સીસીટીવી કેમેરો હતો. પણ લાચાર દર્દી તે વખતે કશું જ ન કરી શક્યો, પણ આ હકીકત લોકો સમક્ષ પુરાવા સાથે બહાર આવી.

હોસ્પિટલમાં વર્ચ્યુઅલ વીઝીટ અને વૉચ ઘણી
ફાયદાકારક અને સંતોષકારક પરિણામ લાવી શકે છે. હજૂ પણ એવા બનાવો બને છે, જેમાં
હોસ્પિટલની અંદર તોડફોડ થાય છે. સારવાર હેઠળ રહેલા દર્દીનું મોત થઈ જતાં સ્વજનો
વિફરે છે. તેનું કારણ શું ?.
જે પ્રકારે લોકોનો પ્રતિભાવ આ લેખ પછી મળ્યો છે. તે સવિસ્તાર પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી આપ્યો છે. જેમાં લીંક સહિત વિગત પણ મોકલી છે.
તમે કહી શકો કે તમારા પ્રતિભાવ સહિતની તમામ વિગત આજ રોજ જે દિવસે આ લેખ પ્રકાશિત થયો છે તે દિવસે PMOને ઓનલાઈન મોકલી હતી.
ઓનલાઈન અરજી કરી છે. જેમાં આ લેખ વિષય જાણકારી તેમજ આ બાબતે યોગ્ય નિકાલની રજૂઆત કરી છે. તા. 4-7-2015

7 જુલાઈ,2015નાં રોજ મને જે પત્ર મળ્યો. તે મુજબ,