Pages

એક દિ'નો રાજા

પતિ થયો પતી ગયો,
અકારણ ખર્ચાઈ ગયો..

કરવાનાં કામ છોડી,
અકારણ ભટકી ગયો..

એકલો જ મોંઘો હતો,
અકારણ સસ્તો ગયો.

સંબંધોનું કડવું સત્ય,
અકારણ ભરાઈ ગયો.

એક દિનો રાજા હતો,
અકારણ ઘોડો હતો.

ભુલ કરીને પણ ખુશ,
અકારણ મુંઝાઈ ગયો.

ઘરે રાહ જોતો ચહેરો,
અકારણ ભુલાઈ ગયો.

એક દિ' હતો લાડકો,
અકારણ ભુસાઈ ગયો.

( ઘોડાની નજરે એક દિનો રાજા ) જે રાજી-હાજી થઈને ઘોડે ચઢે, જે પોતાનું રાજપાટ હસતે મુખે આપવા તૈયાર થઈ જાય. જોકે આ કવિતા દુ:ખી પતિને અર્પણ કરેલી છે. બાકી લોકો માને છે કે લગ્નજીવનમાં પતિ જ ત્રાસ આપે છે. દરેક પતિ પોતાની ખુશી શોધી જ લે છે...),

જ્યારે ધૂમધડાકા સાથે કોઈ  વરઘોડો નીકળે ત્યારે  ઘોડા પર મને ગધડો જ દેખાય છે.  જોકે આ મારો અંગત મત  છે, દરેકને ઘોડા પર ચઢવાનો શોખ હોય છે અને જો ન ચઢે તો નહીં ચઢવાનું દુ:ખ હોય છે. જોકે હું પણ એક દિ' માટે બનેલો છું. અને હવે બીજાને ઘોડે ચઢાવીને ખુશ થઉં છું. જેથી હવે ઘોડે ચઢવાનો કોઈ અફસોસ નથી. 

મારા મતે વિશ્વમાં ભારતીય લગ્નજીવન સૌથી વધારે સુખી છે.પતિ અને પત્ની પોતપોતાની જવાબદારી અંત સુધી નિભાવે છે, અહીં દહીંમાં દૂધ અને માખણમાં પાણી જેવા દંપતી હોય તો પણ જીવન સુધી સાથ ન છોડે, તે ભારતીય સંસ્કાર છે. જેનો મને ગર્વ છે. પણ હવે લોકોની સહનશક્તિ ઓછી થઈ રહી છે. નાની વાતે જ્યારે દંપતી કોર્ટે પહોંચે ત્યારે દુ:ખ તો થાય, ભલે ઓળખ ન હોય.