Pages

આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે

શોધું હરિ તને દિનરાત,
તું મને ન જડે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે... 

પ્રભુ તું દયાળું ઘણો,
પણ તું લગીરે ન પીગળે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે... 

આખું જગત પુજા કરે,
પણ તું પરથી ન ઉતરે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે... 

ચોર રાજા સાથે જમે,
પણ તું ગરીબને સુખી ન કરે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે... 

શ્રદ્ધા લાંબી કતારે રહે,
પણ રૂપિયો ઊભો ન રહે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે... 

મોક્ષ માટે જ્ઞાની ફરે, 
પણ ભુખને શરણ ન જડે,
આખું જગત દિવા કરે, મારો દિવો ન પ્રગટે..