Pages

ગીત : ગોરી મળવાને આવ..

રોગ લાગ્યો પ્રેમનો, ગોરી તારા નામનો,
મળવાને આવ, ગોરી મળવાને આવ..

ડર લાગ્યો જગનો, ગોરી તારા પ્રેમનો,
મળવાને આવ, ગોરી મળવાને આવ...

રસ લાગ્યો સંગનો, ગોરી તારા હેતનો,
મળવાને આવ, ગોરી મળવાને આવ...

તાપ લાગ્યો રૂપનો, ગોરી તારા અંગનો,
મળવાને આવ, ગોરી મળવાને આવ...