જોઈ માડી દુનિયા મેં તોય,
ખાલીપો હજીય સતાવે રે.....
ગઈ માડી દુનિયા રે છોડી,
રાતડી હજીય જગાવે રે...
પ્રેમ માડી દુનિયા રે દેતી,
ભરોસો હજીય ડરાવે રે....
જીવે માડી દુનિયા રે ઘેલી,
આંસુડાં હજીય છુપાવે રે...
તોલી માડી દુનિયા રે દિલે,
વહાલ હજીય રડાવે રે....