કહી દે તું દિલને આમ સતાવે નહીં,
કારણ વગર તારી યાદ આવે નહીં...
પ્રેમનું બજાર કે ભોળપણની દુકાન,
મારા જેવો સીધો તને જડશે નહીં...
કોલેજમાં બંક
કે પીત્ઝાનાં ચટકાં,
મારા જેવો દિલદાર તને જડશે નહીં..
કહી દે તું દિલને આમ સતાવે નહીં,
કારણ વગર તારી યાદ આવે નહીં...
મફ્તમાં પિક્ચર કે હોટલમાં બુકીંગ,
મારા જેવો જુગાડુ તને જડશે નહીં..
દિવાળીમાં શોપિંગ કે બર્થ ડેમાં ગિફ્ટ,
મારા જેવો મોજીલો તને જડશે નહીં
કહી દે તું દિલને આમ સતાવે નહીં,
કારણ વગર તારી યાદ આવે નહીં...