આવ્યો ત્યારે કશું ન્હોતું,
ન્હોતું નામ મારી જાતનું..
ગયો ત્યારે કશું ન્હોતું,
ન્હોતું ભાન મારી જાતનું..
હતો ત્યારે જીવ્યું ન્હોતું,
ન્હોતું જ્ઞાન મારી જાતનું..
સુખ ત્યારે માણ્યું ન્હોતું,
ન્હોતું ધૈર્ય મારી જાતનું..
જીવતા ત્યારે જોયું ન્હોતું,
ન્હોતું મરણ મારી જાતનું..