'ઈશ્વર' જ્યારે કંઈક આપવાનું ચુકી જાય,
ત્યારે...એક ભાઈ આપીને છૂટી જાય છે.
નાનો હોય કે મોટો ;
પણ ભાઈ મારો પોતાનો,
સાચો હોય કે ખોટો ;
પણ ભાઈ મારો એ મજાનો....
પણ ભાઈ મારો પોતાનો,
સાચો હોય કે ખોટો ;
પણ ભાઈ મારો એ મજાનો....
સાથે લડીએ કે રમીએ ;
પણ હરખ એ પોતાનો,
મોટો હોય કે નાનો ;
ભાઈનો વ્હાલ એ મજાનો...
પણ હરખ એ પોતાનો,
મોટો હોય કે નાનો ;
ભાઈનો વ્હાલ એ મજાનો...
મસ્તી અમારી સરખી ;
હાર જીત એ રહેવાની,
રમકડાંથી પણ સસ્તો ;
ભાઈનો સાથ એ મજાનો...
હાર જીત એ રહેવાની,
રમકડાંથી પણ સસ્તો ;
ભાઈનો સાથ એ મજાનો...
બાપની પડી એ લાતો ;
નાનો તેમાં બચવાનો,
મોટો ભલે એમ રડતો,
વળી રમશે એ મજાનો..
નાનો તેમાં બચવાનો,
મોટો ભલે એમ રડતો,
વળી રમશે એ મજાનો..
વાંકો હોય કે સીધો ;
ભાઈ મારો રહેવાનો,
ભલે સાથે રહું કે દૂર ;
યાદ રહેશે એ મજાનો..
ભાઈ મારો રહેવાનો,
ભલે સાથે રહું કે દૂર ;
યાદ રહેશે એ મજાનો..