ચાલ્યો હું રસ્તે મારા,
સાથે લઈ થોડી યાદો,
જિંદગી ઘણી સુંદર હોત,
જો તું હોત મારી સાથે...
સાથે લઈ થોડી યાદો,
જિંદગી ઘણી સુંદર હોત,
જો તું હોત મારી સાથે...
પ્રેમનું ત્યારે ભાન ન્હોતું,
દિલનું જાણે ઠામ ન્હોતું,
આજે સુખી સંસાર હોત,
જો ઉફાન હોત મારી સાથે...
દિલનું જાણે ઠામ ન્હોતું,
આજે સુખી સંસાર હોત,
જો ઉફાન હોત મારી સાથે...
જતાં તેને ટોકી ન્હોતી,
સાથે તેને સમજી ન્હોતી,
ચહેરે કાયમ ઉજાસ હોત,
જો રોકી હોત મારી સાથે...
સાથે તેને સમજી ન્હોતી,
ચહેરે કાયમ ઉજાસ હોત,
જો રોકી હોત મારી સાથે...
જુવાનીને લગામ ન્હોતી,
ઢોળાવની એ સમઝ ન્હોતી,
દિલ આજે આબાદ હોત,
જો લાગણી હોત મારી સાથે...
ઢોળાવની એ સમઝ ન્હોતી,
દિલ આજે આબાદ હોત,
જો લાગણી હોત મારી સાથે...
દિલને દિલથી મેળ ન્હોતો,
પ્રેમ એ મારો નાદાન ન્હોતો,
આજેય પ્રેમનો આનંદ હોત,
જો હું હોત સાચો મારી સાથે..
પ્રેમ એ મારો નાદાન ન્હોતો,
આજેય પ્રેમનો આનંદ હોત,
જો હું હોત સાચો મારી સાથે..