Pages

રાખું છું...

ભરોસો નથી હવે ખુદ પર ;
રોજ પોતાને ચકાસું છું..
નથી સાચો કોઈ જગ પર ;
એટલે અરિસો રાખું છું...

એજ સૂરજ ને ચાંદો મુજ પર ;
એજ સિતારા નિહાળું છું..
નથી કશું કાયમ આ જગ પર;
વિચારી દયા રાખું છું...

નથી મહેર ઈષ્ટની મુજ પર ;
રોજ મનડાને મનાવું છું..
ન જ્ઞાન મળે સાચું જગ પર ;
જીવન જીવે રાખું છું...

ન વરસે કહેર તારો મુજ પર;
ડરીને પાછો જાગું છું..
આવું હું રોજ તારા દર પર;
ઝુકીને રાજી રાખું છું...

હસે નઠારા ભલે હાર પર;
ઉઠીને પાછો ચાલુ છું..
રડ્યો હજારેક વાર પર ;
દિલાસો સાથે રાખું છું...