Pages

ભાઈ કે ભય..

એક જ પાવાનાં બે સૂર,
તને ગણું શ્વાસ કે ગીત...

એક જ નદીનાં બે પટ,
તને માનું દિશા કે મંઝિલ...

એક જ જનનીનાં બે જીવ,
તને જાણું સાથી કે ભેરુ..

એક જ દીવડાનાં બે કર,
તને પામું સાથે કે સામે...

એક જ વહાણનાં બે પંથી,
તને ભલે મળું કે છોડું...

એક જ લાગણીનાં બે નીર,
તને મળે ભાઈ કે ભય...