Pages

બરાબર..

આદત નથી આઝાદીની અમને,
ભાઈ અમે ગુલામ જ બરાબર...

જોરથી આમ ન બોલ અમને,
ભાઈ અમે બહેરા જ બરાબર...

ડરથી આમ ન જોડ અમને,
ભાઈ અમે તૂટેલા જ બરાબર...

ધર્મથી આમ ન રંગ અમને,
ભાઈ અમે માણસ જ બરાબર...

સ્વાર્થે આમ ન તોલ અમને,
ભાઈ અમે ભારતીય જ બરાબર..