દર્દ આ દિલનું, કેમ કરી સહેવું,
કહી દે યાદોને, તારા વિના જીવી લે...
આભના આ તારા, મિલનના પુરાવા,
કહી દે રાતને, તારા વિના જીવી લે..
સદીઓ આ પુરાની, પ્રેમની કહાની,
કહી દે દિલને, તારા વિના જીવી લે..
દીધેલાં આ વેણ, ખોટા ઠર્યાં રસ્તે,
કહી દે શબ્દોને, તારા વિના જીવી લે..
તારોને એ મારો, સમય એ વિતેલો,
કહી દે આજને, તારા વિના જીવી લે..