ન રહેવાય ન સહેવાય
પ્રેમની પીડા કોઈને ન કહેવાય..
માંગ્યું હતું જે તે ન મળ્યું,
ન માગ્યું તે સામે મળ્યું..
કહેવાતી આ દુનિયાના રૂપ ઘણાં,
મારા દિલને તારું સુખ ન મળ્યું..
બિમારી આ દિલને, આપી હતી તે,
કર તું ઈલાજ, મોત ન મળ્યું...
તોડીને
આ દિલને, ગઈ હતી હતું,
વર્ષો વિત્યાં, ચેન ન મળ્યું...
આવી જા તું, વાત છે બે ચાર
તૂટેલા દિલનું, અડધું દિલ ન મળ્યું..
દુનિયા ગજબની, હસતી રહી એ,
દિલને પ્રેમનું, સુખ ન મળ્યું..