Pages

મારું વતન, પ્યારું વતન, મને બોલાવે રે..


જોયું હતું સપનું જે ઘડી,
છૂટ્યુ હતું વતન તે ઘડી,
શોધું હું ખુદને જગતમા આજે,
મારું વતન પ્યારું વતન મને બોલાવે રે..

તોડી જે સાંકળ મેં પ્રેમની,
ખોવાયો વતનથી તે ઘડી,
શોધું હું ખુદને ઘરમાં આજે..
મારું વતન વ્હાલું વતન મને બોલાવે રે...

સૂરજ તે આભે ખુશ હતો,
ચોરીને આભા હસતો હતો,
શોધું હું ખુદને અરિસે આજે...
મારું વતન ન્યારું વતન મને બોલાવે રે...

તોફાન એ મસ્તી ગુમ હતી,
ચહેરા પર અનેક સવાલો હતા,
શોધું હુ ખુદને યાદોમાં આજે...
મારું વતન ભોળું વતન મને બોલાવે રે...

માટીની મહેક જે ભુલાઈ ગઈ,
શહેરના પુરમાં જે તણાઈ ગઈ,
શોધું હું ખુદને લહેરમાં આજે,
મારું વતન પ્યારું વતન મને બોલાવે રે..