Pages

કોઈક આવેને કોઈક જાય...

કોઈક આવેને કોઈક જાય
ખાલી આવેને ખાલી જાય...

કુખે આવેને કાંધે જાય,
રડતો આવેને મૌન જાય...

સત્ય આવેને ભેદ જાય,
મોત આવેને ડરી જાય...

ચેન આવેને હેત જાય,
પીડા આવેને મોભો જાય..

મોહ આવેને નેણ જાય,
જ્ઞાન આવેને મોકો જાય

પ્રભુ આવેને મતિ જાય,
શિવ આવેને જીવ જાય..