Pages

ભલે, પણ તે બદલાવાનાં...

બદલાઈ જશે ચહેરો ,
ભલે રૂપાળો સમજતો,
અરિસો રહેશે તે,
પણ રંગ તારા બદલાવાનાં..

ભોળપણ રહેશે યાદ,
ભલે યૌવનમાં મલકાતો,
રમતો રહેશે તે,
પણ શોખ તારા બદલાવાનાં..

ઓઢકાર તરસે મન,
ભલે સાહેબીમાં જીવતો,
ભૂખ રહેશે તે,
પણ ચસ્કા તારા બદલાવાનાં...

વ્હાલ તરસે મન,
ભલે સંસારમાં રમતો ભમતો,
પરિવાર રહેશે તે,
પણ સભ્યો તારા બદલાવાનાં...

વિસામો તરસે મન,
ભલે ઈમારતોમાં વસતો,
મુકામ રહેશે તે,
પણ રસ્તા તારા બદલાવાનાં..