ન નરક જોયું મેં ન સ્વર્ગ,
ન જડ્યો મને ધરતીનો છેડો..
ન મસીદ ટકે ન રે દેરું ,
ન મળે જો મા ધરતીનો ટેકો..
ન નોખા ચાંદ-સિતારા,
ન ધરાનો નોખો છેડો..
ન પૂજા ટકે ન રે અર્ચન,
ન મળે જો મા ધરતીનો ટેકો...
ન મરણથી કોઈનો છૂટકારો,
ન વાયુનો અલગ છેડો..
ન દવા ટકે ન રે દુવા,
ન મળે જો મા ધરતીનો ટેકો...
ન ભૂખને કોઈ ધર્મ-જાતિ,
ન કોળિયાનો અલગ છેડો..
ન રંક ટકે ન રાજા,
ન મળે જો મા ધરતીનો ટેકો..
ન ઉપકારને કોઈ બંધન,
ન પરોપકારનો કોઈ છેડો..
ન માણસ ટકે ન ઈશ્વર,
ન મળે જો મા ધરતીનો ટેકો..
ન લાગણીને કોઈ સીમા,
ન મમતાનો બીજો છેડો..
ન જાતિ ટકે ન ધર્મ,
ન મળે જો મા ધરતીનો છેડો..