સરખું છે એક છતાં,
તારો સમય મારો સમય,
કેવી છે સમયની પરિભાષા...
સમય છે બદલાયે છતાં,
મારી દશા તારી દશા,
કેવી છે સુખની પરિભાષા....
સુખ છે સહજ છતાં,
તારું સુખ મારું સુખ
કેવી છે ભાવની પરિભાષા...
ભાવ છે સરખા છતાં
મારો પ્રભુ તારો પ્રભુ
કેવી છે પુજાની પરિભાષા..
પુજા છે સરખી છતાં
તારો ધર્મ મારો ધર્મ
કેવી છે જાતની પરિભાષા...
નામ છે ઓળખ છતાં
તારી જાત મારી જાત
કેવી છે દેહની પરિભાષા..
દેહ છે અલગ છતાં,
મારો તું તારો હું,
આ છે પ્રેમની પરિભાષા...
મોત છે અલગ છતાં,
તારો સાથ મારો સાથ,