Pages

મારી હતી...

દિલની એ વાત હતી,
શરૂઆત એ દર્દની હતી..
અધૂરી એ કહાની હતીને,
રજૂઆત એ મારી હતી...

જીત્યો એ તારું હતું,
મારું એ હાર્યો હતો..
વાત એ રમત હતીને,
પીડા એ મારી હતી...

જૂની એ યાદો હતી,
કાચી એ વાતો  હતી..
દિલની એ ઈચ્છા હતીને,
જીંદગીએ મારી હતી...

મન એ ભોળું હતું,
અજાણ એ દિલ હતું..
પહેલો એ પ્રેમ હતોને,
મારીએ શરૂઆત હતી...

નાતો એ ગાઢ હતો,
મિત્ર એ ખાસ  હતાં..
ઈચ્છા એ વેગે હતીને,
મારીએ કબૂલાત હતી...

રાકેશ પંચાલ 'વિસામો'