પુછે જો ઈશ્વર કહું બસ એટલું
કે મારા સપનાં થોડા ઓછા છે...
કે મારા સપનાં થોડા ઓછા છે...
પુછે ઈશ્વર કે માગ માગ તે આપું,
કહ્યું મેં મારી ઈચ્છા ઘણી ઓછી છે...
કહ્યું મેં મારી ઈચ્છા ઘણી ઓછી છે...
જવાબે ઈશ્વર ન થયો લગીરે રાજી,
કહ્યું મને તું સાવ એકદમ જુઠ્ઠો છે...
કહ્યું મને તું સાવ એકદમ જુઠ્ઠો છે...
જુઠ્ઠો કહી ઈશ્વરે જાણે મુને ચીડાવે,
મેંય કહ્યું ઈશ્વર અહીં કોણ સાચો છે...
મેંય કહ્યું ઈશ્વર અહીં કોણ સાચો છે...