દિપક પ્રગટે આંગણે ઘરે-ઘરે,
આવી દિવાળી મોજ-પ્રકાશની..
દિપક પ્રગટે ઉત્સાહ ઉજાસનો,
આવી દિવાળી પ્રેમ-ભાવની..
મળે મન વધે ધન રહે સુખ,
સદા તમ સંગ શુભ યાચના..
ભળે મન હાથે હાથ મળે,
યાદ પળ સદા મીઠાસની..
અરજ મારી શુભ દિવસોએ,
આકાંક્ષા ફળે મિત્ર આપની..
ખટાશ ભુલીને મીઠા બનજો,
જૂનું ભુલી નવું મંડાણ કરજો...