વાત કડવી છે પણ સત્ય
છે ભાઈ,
ધર્મ- જાત સામે
જંગે ચઢી ભલાઈ...
વિકાસ કરવો છે
પણ સત્ય છે ભાઈ,
ખરા-ખોટા સામે
જંગે ચઢી માણસાઈ...
રૂપિયો કમાવો છે
પણ સત્ય છે ભાઈ,
સીધા-સાદા સામે
જંગે ચઢી ભડવાઈ...
ઈજ્જત ગુમાવી છે
પણ સત્ય છે ભાઈ,
માન-મોભા સામે
જંગે ચઢી નફટાઈ...