Pages

હતું,..પણ હવે નથી

અનેક વખત લખ્યું કાગળ પર;
અને પાછું ભુસી નાખ્યું,
લાગ્યું કે હું આઝાદ છું પણ;
ના તે મારું કોરું સપનું હતું..

કોઈએ ધર્મ પર કોઈએ જાત પર;
મને પાછું બોલી નાખ્યું,
લાગ્યું કે હું આઝાદ છું પણ;
ના તે મારું કોરું સત્ય હતું..

કોઈએ લાગ પર કોઈએ નામ પર;
મને પાછું ઠસાવી નાખ્યું,
લાગ્યું કે હું આઝાદ છું પણ;
ના તે મારું કોરું તરકટ હતું..

કોઈએ રોજ પર કોઈએ ભોજ પર;
મને પાછું પચાવી નાખ્યું,
લાગ્યું કે હું આઝાદ છું પણ;
ના તે મારું કોરું જીવન હતું..

કોઈએ સેવા પર કોઈએ લાભ પર;
મને પાછું જતાવી નાખ્યું,
લાગ્યું કે હું આઝાદ છું પણ;
ના તે મારું કોરું નસીબ હતું..