Pages

દશેરા : નાનપણથી...


સળગાવી દઉં રાવણને આજે,
એમ કહેતો રહ્યો નાનપણથી...

રાવણ દશરે રાતે ભડકે બળે,
એમ દેખતો રહ્યો નાનપણથી...

રામને હાથે લંકાપતિ હણાયો,
એમ ધ્યાને રહ્યો નાનપણથી...

સત્ય જાણ્યું અસત્ય મરે અંતે,
એમ માનતો રહ્યો નાનપણથી..

હજી રાવણ જીવે  દિલને ખૂણે,
એમ જીવતો રહ્યો નાનપણથી...

કણ કણે  રામ તો જીવે વસે,
એમ ભણતો રહ્યો નાનપણથી..

બાળીને રાવણ રામ જાય ક્યાં,
એમ શોધતો રહ્યો નાનાપણથી..