આપ્યું હતું ગુલાબ તમને,
સમજી મારા પ્રેમની નિશાની...
વાતને વર્ષો વિત્યાં,
નિશાની હજી તાજીને તાજી...
રાખ્યું હતું ગુલાબ સમીપે,
સમજી મારી યાદોની તિજોરી...
વાતને વર્ષો વિત્યાં,
ગુલાબ હજી એવુંને એવું...
રડતું હતું દિલ એકલું અટૂલું,
સમજી મારી વેદનાની વાણી...
વાતને વર્ષો વિત્યાં,
ટહુકો હજી એવોને એવો...
મરતું હતું મળવાને દિલડું,
સમજી મારી દિલની કહાની..
વાતને વર્ષો વિત્યાં,
પ્રેમ હજી એવોને એવો..