આવી રે, આવી આવી
સાથે રે , લાવી લાવી
રમઝટ નવલા નોરતાની.....(મુ)
હૈયા સંગ હૈયું ડોલે,
મન સંગ તન ડોલે,
માં તારા ગરબે રે..
આવી રે, આવી આવી......(મુ.રી)
ગરબે હું ખૂબ
ઝૂમું,
માં તારા ગરબે રમું,
દે શક્તિ માં અંબે રે...
આવી રે, આવી આવી .....(મુ.રી)
તાલ સંગ તાળી ભળે,
માં મારી
ભક્તિ ફળે,
ગરબે તારા અંબે રે...
આવી રે, આવી આવી....( મુ.રી.સ)