સવારનો થાકેલો સૂરજ રાતે ઘરે આવે,
ચાંદાને ટપલી મારી તારાને મુકતો આવે..
વિના જીવાઈ બહ્માંડ ખડો પહેરો દેતું,
માણસને પૈસો મળે તોય રડતો આવે..
ધરમ મર્દાની મિસાલ બહ્માંડ દેતું,
બાકી દુખિયાની સાથે કયો વીર આવે..
ખુદ બળીને બહ્માંડ જગને ઉજાશ દેતું,
માણસ થોડું દે તોય બબડીને આવે..
યુગેયુગ બહ્માંડ અખંડિત તેજ દેતું,
માણસને તોય મોક્ષમાં જ મજા આવે..
સનાતન સાચું જ્ઞાન બહ્માંડ નજરે દેતું,
આપખુદ મરેલો જીવ અંતે મરતો આવે..