Pages

જો કરે....

નસીબ હજી મરદાને દમ ભરે,
જો પરસેવે નાહવાનું શરૂ કરે..
તનતોડ મહેનતે તુંય ભીંજાય,
જો સપનું જોવાનું શરૂ કરે..

જગ રહે સૂરજની સાથે,
તૂટેલા તારાને કોણ પૂછે..
હારજીત કરમનું ગણિત,
તૂટી જાતને કેમ બરબાદ કરે..

ચિંતાને કોઈ રૂપ નથી,
માણસને કોઈ સુખ નથી.
સુખ-દુ:ખ વહેતી ધારા,
દિલને બાળી કેમ ક્રોધ કરે...

ભારે દિલ મરણ શોધે કાંઠે ,
મનન છોડી રટણ કરે ભારે,
બદલે જ્યારે પ્રકૃતિ રંગ,
તું અકાળે કેમ વિલાપ કરે...

મુઠ્ઠી તારી-મારી અંતે ખાલી,
આવે સાથે તારું-મારું ખર્ચાયું,
ગવાશે નામ સાથે કરેલા કરમ,
પાપી બની કેમ બદનામ કરે...