શત્રુ સમો કાટમાળ આંખ સામે,
ઘડપણે જાણે નિત્ય મુજને સતાવે,
લટકતી ઈચ્છા ઘરને ચાર ખૂણે,
ઝુલી ઝુલીને નિત્ય મુજને સતાવે...
સુખદુ:ખે ભીંતે ચિત્રેલા ચિત્રો,
ઝાંખી ઝાંખી યાદો મુજને સતાવે...
ભારે હેતે કઠેડે બાંધેલો માળો,
ખાલીપો રોજ હવે મુજને સતાવે..
ચાર પાયે મધ્યે ઘસાતું જીવન,
દિનરાત કોરી હવે મુજને સતાવે...