જરૂર કોઈથી ભુલ થઈ હશે,
નહીં તો કુદરત થોડી આમ
સહેજમાં રિસાતી હશે..
સૂરજને કોણે ઉશ્કેર્યો હશે,
નહીં તો અકારણે થોડો આમ
ભડકે બળતો હશે..
જરૂર ઈશ્વર જાણતો હશે,
નહીં તો સૂરજ થોડો આમ
નકામો બળતો હશે...
નિર્દોષ મૂંગોય દઝાતો હશે,
નહીં તો માણસ થોડો આમ
ચુપચાપ બળતો હશે...
માણસેય ભુલે શીખ્યો હશે,
નહીં તો મરવા થોડો આમ
જાતે બળતો હશે..
સૂરજેય વિસામો લેતો હશે,
નહીં તો રાતે થોડો આમ
જાતે બળતો હશે..