Pages

અચ્છે દિન....

અચ્છે દિન આવશે ત્યારે ; કેવું મસ્ત હશે,
દરેક હાથમાં રોટી ; અને દિલમાં પ્રેમ હશે..

ઊંચનીંચની તકલાદી દિવાલો ; ખરી જશે,
મુસીબત ટાંણે ; માણસ સાથે ઊભો હશે...

કાગળનો વિકાસ ; ઘરને ચૂલે  હશે,
પેટભરીને માણસ ; બે ટંક જમતો હશે...

સત્તા કોઈ કોમની નહીં ; દેશની હશે,
નેતા કોઈ પક્ષનો નહીં ; દરેક જણનો હશે..

રાજકારણ વોટનું નહીં ; સત્યનું હશે,
માણસ એક ઘરનો નહીં ; રાષ્ટ્રનો હશે..

સરહદ ડરની નહીં ; પ્રેમની હશે,
પાડોશ શત્રુ નહીં ; એક મિત્ર હશે...

શોકબકોર તંત્રનો નહીં ; લોકતંત્રનો હશે,
કાયદો રૂપિયાનો નહીં ; દરેક જણનો હશે...

કલમ નામની નહીં ; એક શસ્ત્ર હશે,
વાત અમીરની નહીં ; એક ગરીબની હશે...