Pages

ઈશ્વર : બતાવી દઉં...


ચાલ તને ; ઈશ્વરના દર્શન કરાવી દઉં,
કાળી રાતે ; ચમકતો સૂરજ બતાવી દઉં...

ગોતે ભલે તું ઉજાસ ; જગતે ચારેકોર, 
રાતે દિવો કામે લાગે ; તને જણાવી દઉં...

નામે ભલે તું ભજતો ; સ્વામી ચારેકોર,
સંકટે દુઆ કામે લાગે ; તને જણાવી દઉં...

ભવ ભલે તું ખોળતો ; પતીજ ચારેકોર,
સહાયે પર કામે લાગે ; તને જણાવી દઉં...

રટે ભલે તું ;  અકળ પરમાત્મા ચારેકોર,
પહેલું જ્ઞાન કામે લાગે ; તને જણાવી દઉં...