Pages

ઈશ્વર સાથે મેળાપ

મારી તો શ્યાહી છે ; લખનારો કોઈ બીજો છે,
નેણ તારા વાંચે શબ્દો ; દોરનારો કોઈ ત્રીજો છે..

મેળાપ એ ત્રીજાનો, મુજ સંગ અવશ્ય કરાવજે,
એમ ન કરું તો ; તેને મારી યાદ થોડી આપજે..

ત્રીજો એ મારો તારો ; અલગ નથી એ વિચારજે,
ભાળ ન મળે કોઈ તો ; જરા જોડે ભલાઈ રાખજે..

વગર વિચારે કોઈ દિ' ; કડવું ન બોલું સંભાળજે,
બીજો અપમાન કરે તો ; માન આપી તેને વારજે..

દાન ભલે કરે અપાર ; નેકી સાથે હમેશ રાખજે,
જો દુખિયો મળે સામે તો ; તેને ખુદમાં જાણજે..