આવ્યા ગજાનંદ મારે દ્રાર રે..
લાવ્યા સુખ-ચેન મારે દ્રાર રે..
વાગ્યા ઢોલ-નગારા મારે દ્રાર રે..
ઊડ્યા અબીલગુલાલ મારે દ્રાર રે..
આવ્યા ગજાનંદ મારે દ્રાર રે...
દુ:ખ હરતાં સુખ કરતાં મારે દ્રાર રે..
વાજતે ગાજતે ધૂમકેતૂ આવે દ્રાર રે..
ઘર મહેકે પકવાને લંબોદર મારે દ્રાર રે..
ઘરનો મોભી આવ્યો આજે મારે દ્રાર રે...
આવ્યા ગજાનંદ મારે દ્રાર રે...
જગ ભુલી હુંતો સેવા કરું મારે દ્રાર રે...
ઈચ્છું હું કપિલ સદા રહે મારે દ્રાર રે...
આવ્યા લંબોદર આવો મારે દ્રાર રે..
બન્યા મહેમાન શ્રીગણેશ મારે દ્રાર રે...
આવ્યા ગજાનંદ મારે દ્રાર રે...