Pages

ભજ તું રામ નામ...

ભજ તું રામ નામ...
હૈ નાદાન..ભજ તું રામ નામ..


સત્ય અમર છે ; તું એ જાણે,
છતાં કરે કંકાશ,
ભજ તું રામ નામ...
હૈ નાદાન..ભજ તું રામ નામ..


દયા કૃપાળું છે ; એ પુરૂષોતમ,
છતાં કરે ચિંતા,
હૈ નાદાન...ભજ તું રામ નામ...


સુખનો સ્વામી છે ; એ નારાયણ,
છતાં કરે નિંદા,
હૈ નાદાન, ભજ તું રામ નામ...


રામ અવતારી છે ; એ રાજા,
છતાં કરે શંકા,
હૈ નાદાન, ભજ તું રામ નામ...


જગતનો સ્વામી, અવતરે આજે,
ભજી લે પ્યારે, 
હૈ નાદાન, ભજ તું રામ નામ...