મુશ્કેલ હતું છોડીને જાવું તમને, પણ
તણાઈ ગયો લાચારીના વહેણમાં...
જીવી લેવું હતું મોજ-મસ્તીથી, પણ
દટાઈ ગયો ફરજોના ભારણમાં...
વહેતા પવનને જે કહ્યું છે કાનમાં,
કોમળ જવાબ છે મારો તે કહેણમાં..
હતી જે અનેક સવાલ સાથેની પોકાર,
રહેતી હતી જે તમારા રડતા નયનમાં...
આમ તો ટુંકોને સરળ છે પ્રેમનો બોલ,
પણ સમજણ છોડી છે તમારી મનમાં..
કિનારે જતાં જીવનના આ વહેણમાં,
આવ્યા બની તમે સુકાન જે જીવનમાં...
જતો મુસાફર લાગે હસતો ડગ ભરે,
પણ દર ડગે ઠાલવે ભાર તે અંતરમાં..
બે પૈડાંના રથ સમો સંસાર આપણો,
ડગમગે તો સાથ આપજો પ્રવાસમાં...
પ્રેમનો પુરાવો ન વેચાય જે બજારમાં,
મળીશ ત્યારે તમને જણાશે નયનમાં...