ભીનું દિલ છે તમારું,
છાનું રોવે છે સમણું...
ભલે ઓઠ શાંત રહે,
કારણ જાણે છે દિલડું...
પિંજરે કેદ છે મનડું,
હેત જીવે છે માંહે...
ભલે રૂમાલે અશ્રુ રહે,
જવાબ આપે છે દિલડું...
ખેલ કરે છે તકદીર,
હાર સહે છે પ્રીત...
ભલે ચહેરો ખુશ રહે,
નયન વાંચે છે દિલડું....
ભવેભવની છે કસમ,
દરેક જન્મે છે તું...
ભલે હમણાં દૂર રહે,
તારું ઘેલું છે દિલડું...
જોડી બને છે પરલોક,
અલગ કરે છે લોક...
ભલે જગ લડતું રહે,
તારી વાંહે છે દિલડું...