છોડીને જે ગયા તમે,પાછા ક્યારે આવો છો
દિલને દર્દ દઈ ગયા,તમે ક્યારે આવો છો...
વાટે ચઢી છે આંખલડી, ને અશ્રુ સારે નેન,
છોડીને જે ગયા તમે,પાછા ક્યારે આવો છો..
સાથ ઝંખે દિલડું ને,મન તરસે જે પ્રેમ,
છોડીને જે ગયા તમે,પાછા ક્યારે આવો છો...
નેન લાજે રોઈ પડે ને, કાને પડે કડવાં વેણ,
છોડીને જે ગયા
તમે,પાછા ક્યારે આવો છો...
મહેકે પ્રેમે દિલડું
ને, મોર નાચે સંગ ઢેલ,
છોડીને જે ગયા તમે, પાછા
ક્યારે આવો છો...