Pages

મા છે પ્રેમનો દરિયો....

જોઈ પ્રીતને જોયા સંગ,
ન જોયો એ દુલાર તારો,
મા છે પ્રેમનો દરિયો....

જોઈ શેરીને જોયા પટ,
ન જોયો એ વિશ્વાસ તારો,
મા છે પ્રેમનો દરિયો...

જોઈ ખુશીને જોયા આંસુ,
ન જોયો એ નિ:સ્વાર્થ તારો,
મા છે પ્રેમનો દરિયો...

જોઈ રીતને જોયા રંગ,
ન જોયો એ ત્યાગ તારો,
મા છે પ્રેમનો દરિયો...


જોઈ હેલીને જોયા મેળ,
ન જોયો એ પ્રેમ તારો,
મા છે પ્રેમનો દરિયો...