Pages

જીવી લે મનભરી...

પા પા પગલી ચાલ્યોને ભાગ્યો તું ઘણો,
સાચા-ખોટામાં ભરાયોને ભમ્યો તું ઘણો,
ઊંચ-નીંચમાં  તોલાયોને ભણ્યો તું ઘણો,
ખોટા જગમાં સાચું તું જીવી લે મનભરી...

આજે નથી તે કાલે મળશે તે ઘણું,
છે જે તારી પાસે ન ભુલીશ તે ઘણું,
મોટા દિલમાં થોડું  સહી લે અબઘડી,
ખોટા જગમાં સાચું તુ જીવી લે મનભરી... 

અજાણી દુનિયા રંગબેરંગી છે ઘણી,
સામે ચાલી લોભે છેતરાયો તું ઘણો,
હસીને હવે  ભોળું  બોલી દે દિલભરી,
ખોટા જગમાં સાચું તું જીવી લે મનભરી...

રાકેશ પંચાલ 'વિસામો'