Pages

હિન્દુ મર્યો કે મુસલીમ મર્યો ?


કોણ મર્યો ; હિન્દુ મર્યો કે મુસલીમ મર્યો ?
ના ભાઈ ના.. આતો એક માણસ મર્યો..
રામનો દુલારોને ; રહિમનો રક્ષક મર્યો..

કાં ખોટું બોલે ; માણસ માણસ માટે રડે ?
ના ભાઈ ના.. આતો એક લાગણી રડે..
કુટુંબનો સ્નેહીને ; સમાજનો હિતેચ્છુ રડે..

ખુદ અનંતને પામી ; જાત કોઈ જોતું હશે?
ના ભાઈ ના..આતો ધર્મનું પાલન હશે...
ધર્મનો આદરને ; માણસની કદર હશે..

મૃતક ઉપરેય ; ધર્મને પિછાણે ફરે?
ના ભાઈ ના..આતો દેહની શ્રદ્ધા ફરે..
આત્માનો લેબાસને ; ધર્મનું જ્ઞાન ફરે..

જીવન ખર્ચીને પણ ; માણસ શું જાણે?
ના ભાઈ ના.. અહીં માણસને કોણ જાણે..
હવે માણસાઈ જ ; માણસ ભુલ્યો જાણે..