મારું તમારું
સૌનું આ પુસ્તકાલય,
પુસ્તકપ્રેમીઓનું
પ્યારું પુસ્તકાલય...
પુસ્તકપ્રેમીઓનું
ઘર એ પુસ્તકાલય,
પુસ્તકોનાં
શણગારે સજ્યું પુસ્તકાલય...
જ્ઞાનનો ભુખ્યો
ભાગ્યો એ પુસ્તકાલય,
વાંચકોનાં
સથવારે ગુજ્યું પુસ્તકાલય...
ભટકેલાને રસ્તો
દેખાડે એ પુસ્તકાલય,
અજ્ઞાનને પલભરે
ભગાડે પુસ્તકાલય..
સફળતાને સરળ
બનાવે એ પુસ્તકાલય,
તાંતણે
મનબુદ્ધિને પરોવે પુસ્તકાલય...
મારું તમારું
સૌનું પ્યારું એ પુસ્તકાલય,
સદૈવ ફળદાયી
રહેશે આપણું પુસ્તકાલય....