આંસુનો એક છાંટો ;
તારો કાફી છે મા,
આવું હું લૂછવા ;
ભલે હોઉં પેટાળમાં...
તારો કાફી છે મા,
આવું હું લૂછવા ;
ભલે હોઉં પેટાળમાં...
તુંય રડતી ટાંકણે ;
હું અશ્રુ સારું બાળપણે,
અકારણ અમસ્તું ;
તુંય પીડાતી હઈશ મા..
હું અશ્રુ સારું બાળપણે,
અકારણ અમસ્તું ;
તુંય પીડાતી હઈશ મા..
સમય સાથે તારો લાડકો ;
બદલાયો ભલે,
પણ તારી માટે હજીય ;
નાનકો હઈશ મા..
બદલાયો ભલે,
પણ તારી માટે હજીય ;
નાનકો હઈશ મા..
જીવનની પહેલી જણસ ;
હું તારું સંતાન,
કેમ કરી તું દૂર મુજથી ;
જીવતી હઈશ મા..
હું તારું સંતાન,
કેમ કરી તું દૂર મુજથી ;
જીવતી હઈશ મા..
માવતરનું અડધું આયખું ;
જીવી લેતું સંતાન,
તોય હિસાબ ખોટે ;
તું હસતી હઈશ મા...
જીવી લેતું સંતાન,
તોય હિસાબ ખોટે ;
તું હસતી હઈશ મા...