Pages

રે..મળ્યું નહીં....

ગજબ રે તેનું સરકસ, અજબ રે તેનો ખેલ,
ગજબ રે તેનો ન્યાય, અજબ રે તેની રીત..

પામરને રે વાચા નહીં, બળને રે દયા નહીં,
મનુજને  રે ચેન નહીં, પશુને રે સાન નહીં...

ભૂખ્યો ભજે રે  દુ:ખે, સુખિયો ભજે રે ટાંણે,
મનુજને રે સમય નહીં, પશુને રે સમજ નહીં..

જ્ઞાન રહે રે પાઠમાંસુખ રહે રે સેવામાં,
મનુજને રે ટેવ નહીં, પશુને રે  ગરજ નહીં... 

તારા હસે રે આભમાં, જળ વહે રે મોજમાં,
મનુજને રે મુકામ નહીં, પશુને રે ક્ષોભ નહીં...

ધરા મળી રે ભાગમાંપુણ્ય ભળે રે જીવમાં,
મનુજને રે કદર નહીં, પશુને રે દાનત નહીં...

ભવ ગયો રે રમતમાં, જીવન ગયું રે મફ્તમાં,
મનુજને રે ફાવ્યું નહીં, પશુને રે મળ્યું નહીં...