સૂરજનો તડકોય
પ્યારો લાગે,
પળભરની વેળાય
ભારે લાગે,
તું કહે આ પ્રેમ
નથી તો શું છે.....
ભાઈભેરુ વચ્ચે હવે એકલું લાગે,
દુશ્મનેય મને હવે પ્યારો લાગે,
તું કહે આ પ્રેમ
નથી તો શું છે....
તારું ઠેકાણું
હવે બાજુમાં લાગે,
તારો ભાઈય હવે
સ્નેહી લાગે,
તું કહે આ પ્રેમ
નથી તો શું છે....
ભવિષ્યની હવે
મને ચિંતા લાગે,
રૂપરંગ હવે મને ફિક્કા લાગે,
તું કહે આ પ્રેમ
નથી તો શું છે...
જાતધર્મ હવે
મને પારકા લાગે,
દિલ જાણે હવે
તારા સંગ નાચે,
તું કહે આ પ્રેમ
નથી તો શું છે....