ભણ્યો સ્કૂલે ઘણુંય છતાં,
પ્રેમનો પાઠ ભુલાયો રે..
ભોળો સ્કૂલે ઘણોય છતાં.
દયાનો પાઠ ભુલાયો રે..
માયા સ્કૂલે ઘણીય છતાં,
ત્યાગનો પાઠ ભુલાયો રે...
રમત સ્કૂલે રમીય છતાં,
મસ્તીનો પાઠ ભુલાયો રે...
સુખ સ્કૂલે માણ્યું છતાં,
હર્ષનો પાઠ ભુલાયો રે...